બિન અનામત વર્ગ ના વિદ્યાર્થીઓને હવે કાંઈ જવાની જરૂર નહીં પડે, ગુજરાત બિન અનામત વર્ગ વિકાસ નિગમે આપી આ મોટી સુવિધા

એજ્યુકેશન લોન, કોચિંગ સહાય, ભોજન બિલ, તેમજ વિદેશમાં અભ્યાસની માટે સહાયની અરજી હવે ઓનલાઇન પોર્ટલથી કરી શકાશે

General digital gujarat
General-digital gujarat
  • વિદ્યાર્થીઓ અને ઉમેદવારો માટે શરૂ કરાશે પોર્ટલ
  • બિન અનામત વર્ગ વિકાસ નિગમ દ્વારા શરૂ કરાશે પોર્ટલ
  • 15 ઓક્ટોબરથી ઓનલાઇન પોર્ટલ થશે શરૂ

 

જે લોકોને સરકાર તરફથી અનામતનો લાભ નથી મળી રહ્યો એટલે બિન અનામત વર્ગ વિકાસ માટે એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. રોજગારીની વધુમાં વધુ તકો ઊભી કરવામાં તેમજ જનરલ કેટેગરી વિદ્યાર્થીઓને શિક્ષણ સહાય મળે તે માટે હવે વિદ્યાર્થીઓ અને ઉમેદવારો માટે 24 કલાક ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવશે. જેમાં એજ્યુકેશન લોન, કોચિંગ સહાય, ભોજન બિલ સહાય સહિત  વિદેશમાં અભ્યાસની સહાય માટે અરજી કરી સરળ રીતે સરકારની યોજના લાભ પોર્ટલ મારફતે જનરલ કેટેગરીના લોકો સુધી પહોંચાડવામાં આવશે. આ માટે ઓનલાઇન પોર્ટલ  15 ઓક્ટોબરથી કાર્યરત  થશે

 

ઓનલાઇન પોર્ટલથી શું લાભ થશે?

  • gueedc.gujarat.gov.in પર ઉમેદવારોને રજૂઆત કરવાની રહેશે

  • એજ્યુકેશન લોન, કોચિંગ સહાય, ભોજન બિલ સહાય માટે કરી શકશે અરજી

  • GUJCET, NEET સહિતની પરીક્ષાની તૈયારીઓ માટે સહાય અંગે કરી શકાશે અરજી

  • UPSC, GPSC અને વિદેશમાં અભ્યાસની સહાય માટે પણ અરજી કરી શકાશે

  • ઓનલાઇન પોર્ટલ પર અરજી કર્યા બાદ સરળ રીતે બિન અનામત વર્ગ યોજનાકીય લાભ મેળવી શકશે

બિન અનામત વર્ગ (જનરલ કેટેગરી)માં હાલ કઈ કઈ જ્ઞાતિનો સમાવેશ ((2017ના GR મુજબ))

બિન અનામત વર્ગ એટલે કે જનરલ કેટેગરીની જ્ઞાતિઓની શૈક્ષણિક તથા આર્થિક સ્થિતિ સુધારવા અંગે જુદી જુદી યોજનાઑ તૈયાર કરવી, મંજૂર કરાવવી અને તેના અમલીકરણ માટે યોગ્ય પગલાં લઈ વધુમાં વધુ રોજગારીની તકો ઊભી કરવાનું મુખ્ય કાર્ય કરે છે.તાજેતરમાં અનામત વર્ગો સિવયાના એટલે બિન અનામત વર્ગો જેવા કે પાટીદાર, બ્રાહ્મણ, ક્ષત્રિય,વણિક લોહાણા, સોની, ખમાર,મહેશ્વરી જેવા અંદાજે 58 જેટલી જ્ઞાતિઓમાં આર્થિક રીતે નબળા કુંટુંબોના પરિવારજનોને વધુમાં વધુ રોજગારી મળે તે માટેનું કાર્ય આ નિગમ કરી રહ્યું છે.

 

બિન અનામત વર્ગ વિકાસ નિગમનું કાર્ય શું?

ગુજરાત રાજ્યમાં શિક્ષણ, આર્થિક વિકાસ અને તેમના સામાજિક વિકાસ દ્વારા અનામત વર્ગના સમુદાયના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવા કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકાઓ અથવા યોજનાઓ અનુસાર, વ્યક્તિગત રીતે અથવા જૂથોમાં, પછી ભલે તે સીધા અથવા અમુક એજન્સી મારફતે, રાજ્ય/કેન્દ્ર સરકારના મંત્રાલયો અથવા વિભાગોના સહયોગથી અથવા આવી અન્ય નાણાકીય સંસ્થાઓ સાથે આર્થિક અને આર્થિક રીતે સક્ષમ યોજનાઓ અને પ્રોજેક્ટ્સ માટે સંબંધિત કાર્યક્રમો કરવાની જવાબદારી બિન અનામત આયોગના શિરે છે.

 

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક  પેજ ને  “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!