યુએન મહેતા હોસ્પિટલમાં દર્દીએ છઠ્ઠા માળેથી લગાવી મોતની છલાંગ

અમદાવાદના અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી યુએન મહેતા હોસ્પિટલના છઠ્ઠા માળેથી કૂદીને એક પુરુષ દર્દીએ જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, યુએન મહેતા હોસ્પિટલમાં 55 વર્ષના પુરુષ દર્દીને બીમારીના કારણે દાખલ કરવામાં આવ્યા હતા. આ દર્દીએ આજે બિલ્ડિંગના છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી હતી. આ ઘટનાને પગલે હોસ્પિટલમાં અફરાતફરી સર્જાઈ હતી. છઠ્ઠા માળેથી કૂદયા બાદ દર્દીને ગંભીર હાલતમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. જો કે ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

પ્રાથમિક તપાસમાં મૃતક આધેડ શખ્સે બીમારીથી કંટાળીને અંતિમ પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે મૃતક કે કોઈ સ્યૂસાઈડ નોટ લખી છે કેમ? તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

અગાઉ પણ સિવિલના ચોથા માળેથી કૂદીને આપઘાતનો કર્યો હતો પ્રયાસ
ઉલ્લેખનીય છે કે, ગત સપ્ટેમ્બર મહિનામાં પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાળક નરેશ સોલંકી નામના શખ્સે ચોથા માળેથી મોતની છલાંગ લગાવી હતી. નરેશ છાનામાના વોર્ડની બારીની બહાર નીકળી ગયો હતો. જ્યાં બારીની નીચે બનેલી નાની પટ્ટી પર ઉભો રહી ગયો હતો. જ્યાં હોસ્પિટલના સ્ટાફે બૂમો પાડીને તેને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ એ પહેલા જ તેણે છલાંગ લગાવી દીધી હતી. જો કે પતરાના શેડ ઉપર પડવાના કારણે તેનો જીવ બચી ગયો હતો. જો કે ઊંચાઈ પરથી પડવાના કારણે તેને હાથ-પગમાં ફ્રેક્ચર થયું હતું. જે બાદ નરેશને બેભાન અવસ્થામાં ફરીથી સિવિલ હોસ્પિટલમાં જ દાખલ કરવામાં આવ્યો હતો.

 

 

વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *