-
રવિવારે સૂર્યાસ્ત પછી આકાશમાં ગ્રહોનો મેળાવડો જામશે
-
નૈઋત્ય દિશામાં પાંચ ગ્રહો અને બે મોટા એસ્ટોરોઈડ નિહાળવા મળશે
-
રવિવારે ખગોળ અભ્યાસુઓને આકાશમાં પાંચ ગ્રહો ચંદ્ર, ગુરૂ, શુક્ર, શનિ અને યુરેનસનો અદભૂત નજારો નિહાળવાની તક મળશે. 12મી ડિસેમ્બરે સૂર્યાસ્ત બાદ આકાશમાં ગ્રહોનો મેળાવડો જોવા મળશે.
રવિવારે સૂર્યાસ્ત પછી તુરંત આકાશમાં મંગળ ગ્રહ સિવાયના ગ્રહોનો શંભુમેળો અલૌકિક જોવા મળશે. કેટલાક ગ્રહો ટેલીસ્કોપ, વિજ્ઞાન ઉપકરણથી અદ્દભૂત જોઈ શકાશે. સૂર્યાસ્ત પછી ગ્રહોનો અસ્ત શુક્ર ગ્રહ રાત્રિના 8-39 મિનિટ, ગુરૂ ગ્રહ રાત્રિ 11 કલાક સુધી, શનિ ગ્રહ રાત્રિના 9-45 સુધી, યુરેનસ મધ્ય આકાશમાં રાત્રિના 9-58થી સવારના 4-28 મિનિટ સુધી, નેપચ્યુન સાંજે 6-49થી અસ્ત રાત્રિના 12-47 મિનિટ, પ્લેટો રાત્રિના 8-38 મિનિટ સુધી જોેવા મળશે. રવિવાર નરી આંખે શુક્ર, ગુરૂ, શનિ, ચંદ્ર જ્યારે ટેલીસ્કોપથી યુરેનસ, નેપચ્યુન, પ્લેટો, એસ્ટોરોઈડ ડ્રોપ, પ્લેનેટ, વેસ્ટા, સેવન ઈરીફ્, ટવેન્ટી મેસાલીયા, શ્રાી જુનો, ફેરટીન ઈરીમી અન્ય એસ્ટોરોઈડ જોવા મળશે. રાજ્યમાં ચાર-પાંચ મિનિટના તફાવતમાં ગ્રહોનો અસ્ત જોવા મળશે
રાજ્યમાં ચાર-પાંચ મિનિટના તફવતમાં ગ્રહોનો અસ્ત જોવા મળશે.
અમદાવાદના નાગરિકો-જનસમાજ સૂર્યાસ્તથી શરૂ થઈને રાત્રિના અસ્ત શુક્ર ગ્રહ 8-27 મિનિટ, ગુરૂ ગ્રહ 10-51 મિનિટ, શનિ ગ્રહ 9-34 મિનિટ, ચંદ્ર રાત્રિના 1-12 મિનિટ, યુરેનસ 9- 50 મિનિટ અસ્ત, પ્લેટો 8-27 મિનિટ, નેપચ્યુન 6-40 ઉદય થઈને 12-38 મિનિટ અસ્ત. મંગળ સાંજે 4-30 મિનિટે અસ્ત થઈ જશે તેથી જોેવા નહીં મળે. બુધ સાંજે 6 કલાક 22 મિનિટ સુધી જોેઈ શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈
👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈
👉આપ અમને Google News પર ફોલો કરો 👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક પેજ ને “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!