અમરેલી માં મેલડી માતાજીના મંદિરમાં પશુની ચઢાવી બલિ, CCTV ના આધારે 10 લોકો સામે FIR નોંધાઈ

amreli fir

અમરેલીમાં (Amreli) મધરાત્રે મંદિરમાં મૂંગા પશુઓની (Dumb beasts) બલિ ચડાવ્યાની ઘટના સામે આવી છે. બાબરામાં (Babra) નિલવડા રોડ (Nilwada Road) પર આવેલ આસ્થાના કેન્દ્ર સમા સુપ્રસિદ્ધ મેલડી માતાના મંદિરમાં 22 એપ્રિલે રાત્રે કેટલાક શખ્સોએ પશુ સાથે ગર્ભગૃહમા પ્રવેશી બલિ ચડાવી હતી. બલિ ચડાવ્યાની ઘટનાથી લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે. બલિ ચડાવ્યાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થતા 10 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે.

અમરેલીના મંદિરમાં પશુની બલિ ચઢાવતા હોવાનો વીડિયો વાયરલ થતા પશુપ્રેમીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. બાબરામાં આવેલા મેલડી માતાજીના મંદિરમાં આ ઘટના બની હતી. ધાર્મિક લાગણી દુભાવનારા તત્વો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

22 એપ્રિલે મધરાતે આ બનાવ બન્યો હતો. જેમાં મેલડી માતાનાન સ્થાનકમાં બોકડા જેવા દેખાતા પશુનો બલિ ચઢાવાયો હતો. રાતના સમયે મંદિર બંધ હોવા છતા લોકો જાળી ખોલીને અંદર પ્રવેશ્યા હતા અને ગર્ભગૃહમાં માતાજીની સામે જઈને પશુનો બલિ ચઢાવ્યો હતો. 

પ્રતિબંધ છતાં પશુ બલિ ચઢાવાતા રોષ

નવાઇની વાત તો એ છે કે મંદિરમાં બલિ ન ચઢાવવાના બોર્ડ લગાવવામાં આવ્યા છે. તેમ છતાં શા માટે આ પ્રકારની હરકત કરવામાં આવી હતી જે તપાસનો વિષય છે. ઘટનાને પગલે પોલીસે આરોપીઓને શોધવા માટે તપાસ તેજ કરી છે પરંતુ માતાજીના મંદિરમાં આ પ્રકારની ઘટના બનતા શ્રદ્ધાળુઓની લાગણી દુભાઇ હતી.

કોની કોની ધકપકડ :

પશુની બલિ ઘટનામાં બાબરાના લક્ષ્મણ મગનભાઇ ડાભી, વિહા નારણભાઇ, નારણ પાંચાભાઇ ઝિંઝુવાડિયા, સંજય ખોડુભાઇ કરકર, ભૂપત તળસીભાઇ ઝિંઝુવાડિયા, બચુ નારણભાઇ, દેવા ગભાભાઇ, બીજલભાઇ ડાભી અને અન્ય બે અજાણ્યા શખ્સો સામે ઉપાસક રાજેશભાઇ જેઠવાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે પશુ બલીની ઘટનાનાં આરોપીઓને પકડતા વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામા બાબરા પોલીસ મથકે ઊમટી પડ્યા હતા.ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા 10 શખ્સો સામે બાબરા પોલીસે ગુનો નોંધીને તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp