તમિલનાડુ માં તંજાવુરના મંદિરમાં મોટી દુર્ઘટના, વીજ કરંટના કારણે 11 થી વધુ શ્રદ્ધાળુઓના મોત

tamilnadu accident

તમિલનાડુના (Tamil Nadu)તંજાવુર જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. અહીં એક મંદિરના ઉત્સવમાં (Temple) રથ જીવંત વાયરને અડી ગયો હતો, જેના કારણે 11 થી વધુ લોકોના મોત થયા હોવાના સમચાર મળી રહ્યા છે. ઘટનાની માહિતી મળતા જ હાલ પોલીસ(Tamilnadu Police) ઘટના સ્થળે પહોંચી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મૃતકોમાં બાળકો પણ સામેલ છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટના વહેલી સવારે થઈ હતી.

વીજ વાયર રથ પર પડ્યો
રથયાત્રા દરમિયાન ભક્તો રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈક રીતે ઉપરથી પસાર થતો ઈલેક્ટ્રીક વાયર રથ સાથે સંપર્કમાં આવ્યો હતો અને કરંટ ફેલાઈ ગયો હતો. આ દુર્ઘટનામાં કેટલાયે લોકો ઘાયલ થયા અને દાઝી ગયા હોવાના પણ સમાચાર છે. ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત અને બચાવ કાર્ય કર્યું હતું. દુર્ઘટના બાદ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.

રથયાત્રા દરમિયાન ભક્તો રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈક રીતે ઉપરથી પસાર થતો ઈલેક્ટ્રીક વાયર રથ પર પડ્યો હતો અને ચારેય તરફ વીજ કરંટ પ્રસરી ગયો હતો. આ દુર્ઘટનામાં ઘણા લોકો ઘાયલ અને દાઝી ગયા હોવાની માહિતી પણ સામે આવી છે. ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત અને બચાવ કાર્ય કર્યું હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, મંદિરની પાલખીને પાછી વળતી વખતે તે જીવંત વાયરને અડી ગઈ હતી,જેને કારણે આ દુર્ઘટના ઘટી હતી.મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલા લોકોમાં બે બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમને સારવાર માટે તંજાવુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તિરુચિરાપલ્લી સેન્ટ્રલ ઝોનના પોલીસ મહાનિરીક્ષક વી બાલકૃષ્ણ કહ્યું કે, આ દુર્ઘટના અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે.આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં રથ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત જોવા મળે છે.

કેવી રીતે થયો અકસ્માત?
વિસ્તારના આઈજી વી બાલક્રિષ્નને જણાવ્યું કે આ અકસ્માતમાં 15 લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે શોભાયાત્રા દરમિયાન રથ એકદમ ઈલેક્ટ્રીક વાયરના સંપર્કમાં આવ્યો, ત્યારબાદ આ અકસ્માત થયો.મૃતકોમાં બાળકીનો પણ સમાવેશ થાય છે. અપ્પાર મંદિરની રથયાત્રા નીકળી રહી હતી ત્યારે કાલીમેડુ નજીક બુધવારે વહેલી સવારે આ દુઃખદ અકસ્માત સર્જાયો હતો. પોલીસ અને પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે રથ પસાર થઇ રહ્યો હતો અને તે દરમિયાન તે ઉપરથી પસાર થઈ રહેલા ઈલેક્ટ્રીક વાયરના સંપર્કમાં આવ્યો, જેના કારણે રથમાં હાજર લોકોને વીજ કરંટ લાગવાથી દર્દનાક મોતને ભેટ્યા હતા.

આ તહેવાર દર વર્ષે ઉજવવામાં આવે છે
આ ઘટનામાં ઘાયલ ત્રણ લોકોને તંજાવુર મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના બાદ રથ સંપૂર્ણપણે બળીને ખાખ થયેલો દેખાય છે.

તંજાવુર મંદિરમાં 94માં ઉત્સવનો કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો. આ ઉત્સવમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિરે પહોંચ્યા હતા. આ દરમિયાન રોડ પર પરંપરાગત રીતે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સમયે આ અકસ્માત થયો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *