ગુજરાતમાં ચોમાસું જામ્યું, રાજ્યના 104 તાલુકાઓમાં વરસાદ નોંધાયો,જુઓ કયા કેટલો વરસાદ છે?

અષાઢી બીજના મેઘરાજાએ શૂકન કર્યા બાદ સતત ત્રીજા દિવસે પણ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મેઘરાજા હેત વરસાવી રહ્યાં છે. આજે પણ રાજ્યના 104 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જે પૈકી સૌથી વધુ સુરત જિલ્લાના માંગરોળમાં 38મીમી (1.52 ઈંચ) વરસાદ વરસ્યો છે.

આ સિવાય બારડોલીમાં 1 ઈંચ, માંડવીમાં 1.28 ઈંચ, મહુવામાં 0.88 ઈંચ, પલસાણા અને ઉમરપાડામાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે નવસારીના જલાલપોરમાં 1.16 ઈંચ, ગણદેવી 1.40 ઈંચ, ચીખલી 0.64 ઈંચ, ખેરગામમાં 0.56 ઈંચ વરસાદ પડયો હતો.

આ ઉપરાંત વલસાડમાં આજે મેઘરાજાનું જોર તદ્દન ધીમું પડી ગયું હતું. વલસાડમાં માંડ 23 મિ.મી. એટલે કે 1 ઈંચ વરસાદ પણ પડયો નથી. વલસાડના ઉમરગામ 0.16 ઈંચ, કપરાડા 0.36 ઈંચ, વલસાડમાં 0.92 ઈંચ વરસાદ પડયો હતો.

તાપી જિલ્લામાં આજે ઝરઝર વરસાદ નોંધાયો હતો. તાપી જિલ્લાના સોનગઢમાં સૌથી વધુ 1.36 ઈંચ, વ્યારામાં 0.64 ઈંચ, કુકરમુંડા 0.40 ઈંચ વરસાદ પડયો હતો. ગિરિમથક સાપુતારામાં 1.4 ઈંચ વરસાદ નોંધાયો હતો. વરસાદને પગલે સાપુતારામાં આહલાદક વાતાવરણ બની ગયું હતું. જેને પગલે સહેલાણીઓ મોટી સંખ્યામાં ઊમટી પડયા હતા. આ સિવાય મધ્ય ગુજરાતમાં વડોદરાના કરજણમાં 34 મીમી, તેમજ સૌરાષ્ટ્રના ખાંભામાં 34 મીમી વરસાદ નોંધાયો છે.

અનેક તાલુકામાં વરસાદી માહોલ

રવિવારે મહેસાણા શહેરના(mehsana)  વાતાવરમાં પલટો જોવા મળ્યો હતો. શહેરમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો તો વડોદરામાં સયાજીગંજ, ફતેહગંજ, અલકાપુરી, નિઝામપુરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના (rain) પગલે કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા હતા. આ તરફ બોરસદમાં પણ વરસાદી માહોલ યથાવત છે.તો દાહોદમાં પણ મેઘરાજા હેત વરસાવી રહ્યા છે.બોરસદ તાલુકાના સીસ્વામાં તબાહી બાદ પણ હજુ પાણી ઓસરવાના નામ નથી લઈ રહ્યા.

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે નદીઓમાં નવા નીર

તો સૌરાષ્ટ્રમાં(Saurashtra)  પણ મોટા ભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો.ભારે વરસાદના પગલે નદી-નાળા છલકાયા છે.રાજકોટના જસદણમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.જસદણના (Jasdan) ડોડીયાળા ગામમાં ધોધમાર વરસાદના પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું.તો સુરેન્દ્રનગરમાં પણ સાંબેલાધાર વરસાદના પગલે બજારોમાં પાણી ભરાયા હતા. આ તરફ બોટાદ (Botad) અને ભાવનગરમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. વરસાદી માહોલ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.આ સાથે વાવણી બાદ પુરતો વરસાદ થતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *