દિલ્હીથી પરત આવ્યા બાદ નરેશ પટેલએ આપ્યું મોટું નિવેદન,દિલ્હીમાં કોને મળ્યો તે નહીં કહું

ખોડલધામના અધ્યક્ષ નરેશ પટેલના રાજકીય પ્રવેશને લઇને અટકળો તેજ થઇ રહી છે ત્યારે દિલ્હીથી રાજકોટ પરત ફર્યા બાદ નરેશ પટેલે આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. નરેશ પટેલે દિલ્હીમાં કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે બેઠક યોજી હોવાનું અનુમાન છે. જો કે નરેશ પટેલે આ અહેવાલોને ફરી રદિયો આપતા કહ્યું કે મારો દિલ્હીનો પ્રવાસ એ રાજકીય નહોતો પરંતુ સામાજિક હતો.

નરેશ પટેલે કહ્યું મારે કોઈ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ સાથે મિટિંગ થઈ નથી.. તમામ રાજકીય પક્ષો મારો સંપર્ક કરી રહ્યા છે. નરેશ પટેલે કર્યો મોટો ખુલાસો લગ્ન માટે દિલ્હી ગયા હોવાની કરી વાત કોઈ રાજકીય મુલાકાત ગયો નથી “રાજકીય નેતાઓ સાથે મુલાકાત થઈ પરંતુ લગ્નમાં જ મળ્યો” ટૂંક જ સમયમાં મારો નિર્ણય જાહેર કરીશ. નિર્ણય શક્તિનો અભાવ નથી, સર્વે પૂર્ણ થઈ ગયો છે. સોમવારે મિટિંગ બાદ નિર્ણય બહાર આવી શકે. પ્રશાંત કિશોરને મળ્યો છું એની ના નથી. હાર્દિક પટેલ મને મળ્યા હતા. હાર્દિક પટેલે કોંગ્રેસના પ્રશ્નો અંગે ચર્ચા કરી. 15 મે પહેલા જાહેરાત કરીશ. બ્લૂ પ્રિન્ટ પ્રશાંત કિશોર જેવા લોકો તૈયાર કરી શકે છે.

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ખૂબ હલચલ તેજ છે એવામાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દિલ્હી જતાં આખા રાજ્યમાં રાજકારણ ગરમાયું હતું ત્યારે રાજકોટ એરપોર્ટ પર નરેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે. 

હું અંગત કામ માટે ગયો હતો: નરેશ પટેલ
દિલ્હીથી પરત આવ્યા બાદ નરેશ પટેલે મગનું મરી ન પાડ્યું અને ખુલાસો કરતાં કહ્યું કે હું તો લગ્નમાં ગયો હતો અને હોટલમાં ગયા બાદ તુરત પાછો આવી ગયો છું. કોઈ જ નેતા મારા સાથે હતા નહીં હું કોઈ પણ રાજકીય પાર્ટીના નેતાને મળવા માટે ગયો હતો નહીં. લગ્નમાં ઘણા લોકો ત્યાં આવ્યા હતા તેમની સાથે જ મેં મુલાકાત કરી છે. તેમણે કહ્યું કે હું કોને મળ્યો હતો તે બધા નામો અત્યારે નહીં કહું. 

15મી મે પહેલા નિર્ણય જણાવીશ, હું પોતે કન્ફ્યુઝ છું: નરેશ પટેલ 
નરેશ પટેલે કહ્યું કે હું પોતે પણ અવઢવમાં છું અને મારે સમાજને જવાબ આપવાના હોય છે એટલે હવે બહુ વિલંબ થશે નહીં, હું 15મી મે પહેલા તમને જણાવી દઈશ કે રાજકારણમાં શું કરવાનું છે. નરેશ પટેલે મોટું નિવેદન એ પણ આપ્યું હતું કે સર્વેનું કામ પૂરું થઈ ગયું છે એટલે નિર્ણય શક્તિમાં કોઈ ઉણપ હોય તેવું કશું જ નથી

 

વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp