નરેશ પટેલ ને લઈ ગુજરાતના પૂર્વ સીએમ રૂપાણી અને ભાજપ પ્રમુખે કર્યા સૂચક નિવેદનો..

રાજકોટ:  રાજકોટ (Rajkot) સહિત સમગ્ર દેશભરમાં આજે રંગોના તહેવાર એવા ધુળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ કરણપરા સ્થિત શહેર ભાજપ કાર્યાલય (Rajkot BJP) ખાતે પણ ધુળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શહેર ભાજપ કાર્યાલય ખાતે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, રાજ્યના મંત્રી અરવિંદ રૈયાણી, ધારાસભ્ય ગોવિંદ પટેલ, લાખાભાઈ સાગઠીયા તેમજ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી સહિતનાઓ હાજર રહ્યા હતા. તમામ લોકોએ એકબીજાને રંગ લગાવી ધુળેટીનીના પર્વની ઉજવણી કરી હતી. આ તકે મોટી સંખ્યામાં શહેર ભાજપના સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી ધુળેટીના પર્વની સૌ કોઈને શુભેચ્છા પાઠવી હતી.

નરેશ પટેલ એક મોટા સમાજના નેતા છે

આજે રંગોનો તહેવાર છે, જુના મનભેદ ભૂલી અને એક સાથે રહેવું એટલે ધુળેટી કહીને જૂથવાદની ચર્ચાઓ વચ્ચે વિજયભાઈનું સૂચક નિવેદન સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ત્યારે નરેશ પટેલ પર સી.આર પાટીલે સૌથી મોટું નિવેદન આપ્યું છે. તેથી હવે સમય બતાવશે કે નરેશ પટેલ ભાજપના છે કે બીજા કોઇના પક્ષમાં જોડાશે.

ભાજપ સાથે શુભેચ્છક તરીકે જોડાયા છે – પાટીલ

નરેશ પટેલ પર સી.આર પાટીલે સૌથી મોટું નિવેદન આપ્યું છે. જેમાં સી.આર પાટીલે જણાવ્યું છે કે નરેશ પટેલ અમારા શુભેચ્છક રહ્યા છે. તથા નરેશ પટેલ એક મોટા સમાજના નેતા છે. તેઓ કોઈ પાર્ટી જોડવાના નથી તેવું મને પર્સનલી કહ્યું છે. તથા તેઓ ભાજપ સાથે શુભેચ્છક તરીકે જોડાયા છે તે સાથ હંમેશા રહેશે. ઇલેક્શન આવતા હોય ત્યારે આવા ગતકડાં કરવામાં આવતા હોય છે.

જ્યારે કે બીજી તરફ અરવિંદ રૈયાણી જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીમાં જે કોઈપણ આવવા માગતું હોય તેમનું સ્વાગત છે. તેમજ આગામી 2022ની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનું છે તેવું પણ જણાવ્યું હતું.

જ્યારે કે, રાજકોટ વિધાનસભા ક્ષેત્ર 70ના ધારાસભ્ય ગોવિંદ પટેલે જણાવ્યું હતું કે, લોકશાહીમાં પોતાનો વ્યક્તિગત નિર્ણય લેવાનો સૌ કોઇને અધિકાર છે. નરેશભાઈ ખૂબ જ સમજુ અને હોંશિયાર છે તે યોગ્ય નિર્ણય લેશે મને વિશ્વાસ છે.  

 
વોટ્સએપ 1 : Whatsapp
 
વોટ્સએપ 2 : Whatsapp